જિંદગી ના ૨-૪ પાના

૦૧ નવેમ્બર ૨૦૨૨ ના રોજ અ.મ્યુ.કો મા પ્રોબેશન period ના ૩ વર્ષ પૂરા થયા.હજી તો એમ જ લાગે છે હજી હમણાં જ તો આવ્યા તા એટલા જલ્દી ૩ વર્ષ પૂરા થઈ ગયા. તૈયારી માં સમયગાળા દરમિયાન જ્યારે AMC ની પરીક્ષા હતી ત્યારે લગભગ સળંગ ચાર દિવસ અલગ અલગ પરીક્ષા આપી હતી જેમાં AMC માટે આમ સ્પેશિયલ કઈ તૈયારી કરી ન હતી પરંતુ કંઇક તો આવડશે એવો વિશ્વાસ હતો અને આટલા માં આપડો નંબર ના લાગે એવું પણ હતું અને બીજું પણ ઘણું સાંભળ્યું હતું એટલે લાગી જઈશું એવું પણ કાઇ હતું નઈ. પરીક્ષા ના આગળ ના દિવસે તો કોલેજ પછી બધા મિત્રો પાછા ભેગા થયા હતા. એમાંથી હું ચિંતન,ભાવિક,મયુર અને બીટ્ટુ તો ગાંધીનગર જ રહેતા હતા પણ બધા અલગ અલગ રહેતા હતા.પ્રજ્ઞેશ કદાચ એ વખતે જ હાજર થયો હતો અને નીખિલેશ ની બેંક ની પરીક્ષા હતી એટલે એ વખતે એ થોડા દિવસ માટે આમારી સાથે જ હતો જયદીપ ભાઇ પણ કદાચ પરીક્ષા આપવા આવ્યા હતા અને દિવ્યેશ ત્યારે મળવા આવ્યો હતો પણ તે દિવસ પછી પાછો આજ સુધી મળ્યો નથી. આગલી સાંજે બહાર જમવા ગયા અને મોડા સુધી વાતો કરી.મારો અને ચિંતન નો નંબર એક જ સ્કૂલ માં હતો.જેનું લોકેશન અમદાવાદ અને ગાંધીનગર ની બહાર બઉ જ દુર હતું કદાચ ચિંતન નો નંબર સાથે ના હોત તો કદાચ એવું પણ બનતું કે કદાચ મે AMC ની પરીક્ષા જ ન આપી હોત.હા કદાચ તમને આશ્ચર્ય થાય પણ ના જ આપી હોત કેમકે એ વખતે સળંગ ચાર દિવસ ચાર પરીક્ષા હતી એટલે એક ન આપી એ તો ચાલે એવું હતું પણ એનું મહત્વ આજે સમજાય છે.પરીક્ષા આપી ને પાછા સાંજે ભેગા થયા , જમવા ગયા મોડા સુધી વાતો કરી ત્યાં તો સાંજે ન્યૂઝ મા જોયું કે AMC નું પેપર ફૂટી ગયું કે કોપી કેસ એવું કંઈ હતું બઉ યાદ નથી.પેપર તો સારું ગયું હતું પણ પાસ થઈ જઈશું એવો વિશ્વાસ ન હતો કેમ કે ૮૦,૦૦૦+ એ લગભગ પરીક્ષા આપી હતી અને એમાં ૪૩૪ માં આપડો નંબર આવે એ અશકય લાગતું હતું.પછી બધું ભૂલી ને પાછા તૈયારી માં લાગ્યા.હવે દિવાળી નજીક માં હતી. ૯ જુલાઈ બીટ્ટુ ના બર્થ ડે ના દિવસે ગાંધીનગર આવ્યા હતા ત્યાર ના પાછા ઘરે ગયા જ ન હતા AMC નું પહેલું પરિણામ આવ્યું તે દિવસે સવાર થી જ દિવસ નીરસ લાગતો હતો વાંચવાની કે મોબાઈલમાં ટાઈમ પાસ કરવાની પણ ઈચ્છા થતી ન હતી તો બીટ્ટુ ને કીધું ચાલ બહાર ફરીને આવી એ ચાલતા ચાલતા infocity વાળું સર્કલ છે ત્યાંની બાજુ ના બસ સ્ટેન્ડ પર બેઠા હતા ત્યાં અચાનક જોયું તો AMC નું પહેલું પરિણામ હતું જેમાં મારું નામ જોયું પછી ચિંતન નું નામ જોયું એટલે ખુશી થઈ એમાં પણ ૧૫૦૦ જણ નું લીસ્ટ હતું એટલે આમાં પણ આપડું નામ આવશે એવી કોઈ આશા લાગતી ન હતી.થોડા દિવસ પછી ઘરે જતા રહ્યા. ૨૫ ઓક્ટોમ્બર ૨૦૧૯ ના રોજ ધનતેરસ હતી તે દિવસે બપોરે નિખિલેશ નો ફોન આવ્યો congratulations મે કીધું શું થયું ભાઇ કેમ congratulations તો એણે કીધું કે હાઇકોર્ટ આસિસ્ટન્ટ ની mains મા હુ પાસ થયો હતો. આ પરિણામ ની ખુશી તો હતી અને સાંજે જમવા બેઠો હતો ત્યારે મિતેષ નો ફોન આવ્યો કે congratulations એ પણ અચાનક જ હતું અને બઉ જ જલ્દી હતું કેમ કે AMC એ બઉ જ જલ્દી બધી પ્રોસેસ પૂરી કરી હતી.ધનતેરસે Result અને લાભ પાંચમે , ૦૧ નવેમ્બર ૨૦૧૯ ના તો નોકરી ચાલુ થઈ ગઈ.પહેલા દિવસે તો કંઈ ખબર જ નહોતી પડતી કે આ સુ થઈ રહ્યું છે. એ વખતે તો રહેવાનું ગાંધીનગર જ હતું એટલે ત્યાંથી હું અને ઘનશ્યામ ભાઇ (ઘની ભાઇ) એ લગભગ દસેક દિવસ અપડાઉન કર્યું પછી ૧૨ નવેમ્બરે અમદાવાદ આવી ગયા જેમાં હું ,ઘની ભાઇ , નિખીલેશ, ત્તૃષાંત અને નીરજ ભાઇ પાંચ જણ થયા .નીરજ ભાઇ લગભગ કડી થી અપડાઉન કરતા હતા . તૃષાંત તો અમારી સાથે ગાંધીનગર જ રહેતો હતો પરંતુ પહેલા માળે રહેતો અને અમે ગ્રાઉન્ડ ફ્લોર પર એટલે બઉ પરિચય ન હતો. અને અમે આવ્યા પછી બઉ ટાઈમ પછી ત્તૃષાંત અમારી સાથે રહેવા આવ્યો.૨૧ નવેમ્બરે મારો બર્થ ડે હતો ત્યારે નવી નવી નોકરી એટલે સાંજે બઉ જલ્દી ઊંઘી જતા તે દિવસે પણ ઊંઘી ગયેલો ત્યારે કરણ,ચિંતન અને બીટ્ટુ સ્પેશિયલ મારા બર્થડે માં એટલી ઠંડી માં ગાંધીનગર થી અમદાવાદ આવેલા અને રાત્રે જ પાછા જતા રહેલા.ધીરે ધીરે બધું સેટલ થવા લાગેલું શરૂઆત માં તો જમવાનું બહાર j જમતા પછી ધીરે ધીરે નીખીલેશ અને તૃશાંત ને આવડતું એટલે શાક એટલું જ બનાવતા રોટલી બહારથી લાવતા માંડ કંઇક સેટલ થયું ત્યાં તો કોરોના આવી ગયો . નિખીલેષ lockdown ના આગલા દિવસે અને trushant પણ એના આજુબાજુના દિવસો માં ઘરે જતો રહ્યો હતો.રહ્યા હું , ઘની ભાઇ ,અને નીરજભાઈ.એમાં પણ આખું lockdown નીરજભાઈ અને ઘની ભાઇ તો ઘરે જ નહોતા ગયા ,locdown ના ૨-૩ દિવસ માં મારે ઘરે જવાનું setting થઈ ગયું હતું.એટલે હું એટલો સમય ઘરે j રહ્યો.lockdown પછી પાછા આવ્યા પછી પણ અમે ઘણો સમય ત્રણ જ રહ્યા .પાછા આવ્યા પછી મુખ્ય પ્રશ્ન તો જમવાનો જ હતો.નીરજભાઈ ને કદાચ આવડતું હતું એટલે ધીરે ધીરે ચાલુ કર્યું.ઘર વાળા બઉ કહેતા કે ભાઇ શીખી જાઓ પણ આપણને એમ કે શીખી ને ક્યાં જવું છે પણ હવે ધીરે ધીરે શિખવાની જરૂરિયાત જણાય રહી હતી.બસ ધીરે ધીરે બનાવતા ગયા એમ એમ થોડું સારું બનતું ગયું .પછી તો કોરોના ના કારણે બહાર જમવામાં અગવડ પડતી એટલે સવાર અને સાંજ બંને ટાઈમ બનાવતા.એક દિવસ અચાનક મારી તબિયત બગડી અને માહોલ પણ કોરોના નો હતો હતો એટલે વિચાર્યું ચાલો ટેસ્ટ કરાવી લઈ એ ઘની ભાઇ ને બંને SVP માં ગયા ત્યાં ગયા તો એમ કે જ્યાં નું આધારકાર્ડ હોય ત્યાં જ ટેસ્ટ કરાવવાનો પછી ત્યાં વાત કરી કે ભાઇ સ્ટાફ માં જ છીએ પછી ટેસ્ટ માટે માની ગયા. ટેસ્ટ કર્યો તો negative આવ્યો હતો પછી ઘની ભાઇ બહાર બેઠા હતા તો એમને ફોન કર્યો કે ટેસ્ટ negative છે એટલે હાશ થઈ.પછી એમને બંને ને એમ કે કામ પતિ ગયું હવે ઘરે જઈ એ ત્યારે પેલા સિસ્ટર સાથે આવતા હતા તેમણે ઘની ભાઇ ને એવું કીધું કે તમે જાઓ ત્યારે અમે બંને શોક થઈ ગયા. અમે પૂછ્યું કેમ તો કે આ ભાઇ ને તો admit કરવાના છે.પછી શુ ઘની ભાઇ ને કીધું કે સામાન આપી જજો.તે દિવસે admit થયા ત્યારે તો સુ થઈ રહ્યું છે તે ખબર જ નહોતી પડી રહી કે આ શું થઈ રહ્યું છે.હજી તો ઘરે પણ કીધું j natuu કે હું admit થયો છું.સાંજે ઘરે થી ફોન આવ્યો ત્યારે કીધું કે હું તો admit થયો છું. પછી તો ઘરવાળા ચિંતા માં હતા કેમ કે પહેલી લહેર માં બધા જ ડરતા હતા.૧ દિવસ પછી રિપોર્ટ આવ્યા ત્યારે ખબર પડી કે મલેરીયા થયો છે.પછી રજા આપી એટલે પાછો ઘરે જતો રહ્યો થોડા દિવસ પછી પાછા રેગ્યુલર થઈ ગયા .આ વખતે નીચે વાળા કાકા સફાઈ માટે બઉ insist કરતા હતા એટલે એમને એક કામવાળા બેન ની ગોઠવણ કરી આપી હવે સવાર સાંજ જમવાની , વાસણ અને કચરા પોતા કરી જતા હતા થોડા દિવસ થયા પણ એમાં પણ જમવામાં મજા નોતી આવતી .એટલે ૧૦ દિવસ પછી માસી ને ના પાડી દીધી. હું અને ઘનીભાઇ ઓફિસ સાથે જતા હતા મારી ઓફિસ વચ્ચે જ આવતી એટલે ઘની ભાઇ મને ત્યાં મૂકી અને પાછો લઈ આવતા. એક દિવસ સાંજે પાછા આવતી વખતે ઘની ભાઇ નો ફોન આવ્યો કે તું રૂમ પર જતો રે જે એટલે હું રૂમ પર આવ્યો ત્યાં તો નીરજભાઈ અંદર ના રૂમ માં બેઠા બેઠા મને નજીક આવવાની ના પાડતા હતા પછી એમને કીધું કે ઘની ભાઇ કોરોના positive chhe અને એમની પણ તબિયત ખરાબ હતી બીજા દિવસે નીરજ ભાઇ પણ admit થઈ ગયા . એ બંને SVP માં admit અને હુ ૨-૩ દિવસ રૂમ મા જ quarantine રહ્યો.પછી તો ધીરે ધીરે કોરોના ની બીક મટી ગઈ હતી ત્યારે અમે હું,નિક અને બીટ્ટુ ઘની ભાઇ quarantine હતા ત્યાં હોસ્ટેલ મા મળવા ગયા હતા. ત્યાર પછી બધું ધીરે ધીરે નોર્મલ થવા લાગ્યું હતું.હજી અમે ત્રણ જ હતા હવે જમવાનું પણ સારું બનાવતા આવડી ગયું હતું આજે પણ એક સામાન્ય માણસ જમી સકે એટલું સારું તો બનાવી જ લઈ એ છીએ એક્સપર્ટ થઈ ગયા છીએ એમ તો ના કહી શકાય 😂.હવે ધીરે ધીરે બધી પરીક્ષા ના Result આવવા લાગ્યા હતાં જેમાં આસિસ્ટન્ટ ડિપોટ manager મા ઘની ભાઇ અને નીરજભાઈ બંને પાસ થઈ ગયા હતા. અમને એમ હતું કે કદાચ ઘની ભાઇ જતા રહેશે પણ એના બદલે છેલ્લે સુધી ના પાડતા પડતા નીરજ ભાઇ જતા રહ્યા.કેમ કે અમદાવાદ કરતા તો નજીક નું j location હતું જ્યાંથી તેમનું ઘરનું અંતર મા ઘણો ફેર પડતો હતો.હવે અમે જ્યારે ત્રણ જણ હતા ત્યારે કમલેશ ભાઇ કડી થી આવતા હતા એટલે એમણે રૂમ પર આવવા માટે પૂછ્યું હતું પણ એ વખતે અમે ના પાડી હતી કેમ કે તે વખતે બંને ટાઈમ નું જમવાનું અમે બનાવતા હતા અને નવું નવું જ સિખ્યા હતા એટલે હજી એક જણ વધી જાય તો જમવાનું બનાવવું પણ તકલીફ પડશે એવું લાગતું હતું એટલે એ વખતે ના પાડી .પછી નીરજભાઈ ગયા પછી લગભગ અમે ઘની ભાઇ ને બંને એક મહિનો એકલા જ રહ્યા.હોસ્ટેલ ના ૪ વર્ષ જ્યાં આખો દિવસ આજુબાજુ મિત્રો હોય એવી સ્થિતિ માં રહેલા હવે એકલા રહેવામાં કંટાળો આવે એવી સ્થિતિ હતી.જ્યારે હું હોસ્ટેલ મા નતો રહેતો ત્યારે પરિસ્થિતિ આનાથી કંઇક જુદી હતી તે વખતે મને એકલું રહેવું જ પસંદ હતું.કમલેશભાઈ ની આવવાની ઈચ્છા હતી જ એટલે પછી એમને કીધું તો થોડા ટાઈમ પછી એ આવી ગયા . trushant અને nikhilesh માંથી નિક તો પછી ઘરે જ રહ્યો. Trushant ની college ચાલુ થઈ પછી એ પાછો આવી ગયો.બીટ્ટુ ક્યારનો આવવું આવવું કરતો તો પણ બઉ ટાઈમ પછી આવ્યો એના થોડા ટાઈમ પછી મોહિત આવ્યો.હવે જગ્યા બધી ભરાઈ ગઈ હતી ૬ જણ માં પણ હવે અમને કંઈ અગવડ પડતી નહોતી કેમ કે બધા એક બીજા થી સારી રીતે પરિચિત થઈ ગયા હતા અને હળી મળી ગયા હતા.હવે એમને સાંજે ઓફિસ ને વાતો કરવા માટે કોઇ મળી રહેતું હતું આખા દિવસ માં કદાચ કંઈ ઘટના બની હોય તો એકબીજા સાથે share કરતા જેથી આખા દિવસ નો થાક એમાં હળવો થઈ જતો.જમવાનું બનાવવા માં પણ હવે બધાને બધું આવડી ગયું હતું એટલે ૬ જણ માં પણ વાંધો નહોતો આવતો.અમદાવાદ બધા થી મધ્ય માં પડે છે એટલે બધા જ મિત્રો અમે અમદાવાદ માં ભેગા થઈ એ એટલે ૧૫-૨૦ દિવસે અમારે એકબીજાને મળવાનું તો થાય જ એમાં પ્રજ્ઞેશ સાથે ખાસ એક શનિ રવી છોડી ને મળવાનું થાય જ.બીટ્ટુ ની નોકરી ચાલુ થઈ ત્યાર પછી એ ઘરે જવાનો બદલે ૨ શનિ રવી તો અમદાવાદ જ આવતો હવે અમે ૫ જણ બચ્યા .જેમાં જયદીપ ભાઇ આવ્યા છે એટલે હમણાં તો ૬ થયા છીએ પણ અમારા શરૂઆત ના સાથી એવા ઘની ભાઇ ને હવે ઘર નજીક senior clerk nu posting મળી ગયું છે એટલે હવે એ પણ અહીંથી જઈ રહ્યા છે. આ ત્રણ વર્ષ જે આવ્યા અને ગયા એમની સાથે ખૂબ સારી મિત્રતા થઈ એકબીજા સાથે ના સંબંધો વધુ મજબૂત બન્યા.ખૂબ મજા કરી એ રિવરફ્રન્ટ મોડા સુધી બેસવાની મજા ,RTO ni cha , રાત્રે મોડા સુધી ને મારેલા ગપ્પા ,એકબીજાના અનુભવો ,એકબીજા ના જીવનની ઘટનાઓ,સંઘર્ષ યાદ રહેશે .ઘની ભાઇ જઈ રહ્યા છે એની ખુશી પણ છે અને દુઃખ પણ છે.ખુશી છે કે આટલા વર્ષો ની એમની મહેનતે અને સંઘર્ષ એમને આખરે એમના ઘર નજીક પરિવાર સાથે રહેવાનો રસ્તો કરી આપ્યો. અને અમારી વચ્ચે થી જઈ રહ્યા છે. આજે પણ રૂમ પર એક જણ ના હોય તો સુનું સુનું લાગે છે કદાચ કોઈ બહાર ગયું હોય તો રાહ જોઈ એ ભાઇ કયારે આવશે એમાં પણ અમારે કમલેશ ભાઇ ક્યાંરેક ક્યારેક બહાર જાય અને ફોન પણ ના ઉપાડે ત્યારે બઉ ગાળો ખાય.મોહિત ખૂબ નાની ઉંમરે સાથે રહીને ઘણું બધું શીખે છે.કેમ કે એના જેટલી ઉંમર માં અમને અમારા j career નું શુ થવાનું છે એ જ ખબર ના હતી.અને trushant LEGEND ………………. આ શબ્દ મા જ બધું આવી ગયું એના માટે કઇ લખવાની જરૂર નથી. અને કમલેશ ભાઈ પણ EXTRA ORDINARI આવા પ્રાણીઓ Rare જ જોવા મળે.

RTO ni cha

Social Media વરદાન કે અભિશાપ?

આજ નાં digital યુગ મા social media એ આપડા જીવનનો એક અગત્યનો ભાગ બની ગયુ છે. શહેર થી માંડીને છેક છેવાડે રહેતો ગામડાનો માણસ પણ આજે social media નો ઉપયોગ કરે છે.whatsapp ,facebook અને બીજા ઘણાં માધ્યમો નો એમા સમાવેશ થાય છે.આ બધુ આપણી જીવનશૈલી ને ઉપયોગી બનાવવા માટે અને મદદરુપ થવા માટે આનો વિકાસ થયો છે.આમ જોવા જઇએ તો એના ઘણાં ફાયદા છે અને એ અગણિત છે. પરંતુ એનું નુકસાન પણ એટલું જ છે. દિવસે ને દિવસે એનો ઉપયોગ વધતો જ જાય છે. અને એના નુકસાન પણ વધતા જ જાય છે. અને એનું મુખ્ય કારણ આપણે પોતે જ છીયે. કેમકે આપણે સાચું કે ખોટુ જોતાં જ નથી. આપણાં પર આવતાં message આપણે બસ forward કરવામાં જ માનીએ છીયે. પણ એમા કેટલું તથ્ય રહેલું છે તે આપણે જોતા નથી. અને એનાં લીધે જ કદાચ આપણે થાપ ખાઈ બેસીએ છીયે. બધા જોડે message આવતાં જ હસે જેવા કે તમે આ ભગવાનને માનતા હોય તો આટલા લોકો ને આ message મોકલો જો તમે આ ધર્મમાં માનતા હોય તો આટલા લોકો ને મોકલો, જો તમે આ જ્ઞાતિ નાં હોવ તો આમ કરો તેમ કરો આવા ગણા જ message આવતાં જ હોય છે. જો આવુ જ કરવાથી બધુ થઈ જતું તો દુનિયામાં કાંઇ તકલીફો જ ઊભી નથી થાતી .આમ આ રીતે આ લોકો ધર્મ ના નામ પર ખોટો જ્ઞાતિવાદ ઉભો કરે છે અને સમાજ ને પણ ગેરમાર્ગે દોરે છે. આ સિવાય પણ ગણા બધા message જે social media મા વાયરલ થાય છે તે પણ મોટે ભાગે અફવા જ હોય છે અને ખોટી અફવાઓ ફેલાવે જે જેનાં લીધે કેટલાંક નીર્દોસ લોકો આનો ભોગ બનતા હોય છે. અને આમ પણ સાચા news કરતાં અફવાઓ જલદી ફેલાય છે અને લોકો ને ગેરમાર્ગે દોરે છે.અને આવા mesaage મોટે ભાગે અફવાઓ અને ખોટા ન્યૂઝ હોય છે. અને આ message બનાવવા વાળા પણ તમારા અને મારા જેવા જ હોય છે.જેથી આ બાબત નું વધારે ધ્યાન રાખવું. હમણાં જ કદાચ તમે ન્યૂઝ મા વાંચ્યું હોય તો અપહરણકર્તાઓ ની ટોળકી સક્રિય થઈ છે એવી અફવાઓ ફેલાઇ હતી અને જેનાં લીધે કેટલાંક નીર્દોસ લોકો એનાં શિકાર થયાં હતાં.

આ તો બસ થોડી જ બાબતો છે હજી પણ એવી ગણી બાબતો છે કે જેનાં લીધે નીર્દોસ લોકો એ ભોગવવું પડતું હોય.

એક કાલ્પનિક બનાવ રજુ કરૂ છુ.

એક બાળક ખોવાઇ ગયુ હવે એની શોધખોળ ચાલુ થઈ. આ message social media પણ vairal થયા કે આ બાળક ખોવાઇ ગયેલ છે અને નીચે address હતુ.હવે બાળક તો થોડા સમય પછી મળી ગયુ પણ message તો social મીડિયા મા viral થઈ ગયાં હતા .હવે આ બાળક ક્યાય પણ જાય એટલે લોકો ને એમ કે આજ બાળક ખોવાઈ ગયો હતો અને આપેલા address પર મુકી આવે આમ આ બાળક ક્યાંય પણ જાય લોકો પાછા ઘરે જ મુકી આવે.આમ એક message ના કારણે બિચારા બાળક નું જીવવું મુશ્કેલ કરી દીધું આ લોકો એ.આમ એક વખત message ફરતો થઈ જાય પછી એનો અંત હોતો નથી કેમકે નવા નવા લોકો નાં સંપર્ક મા આવતો જાય અને આગળ વધતો જાય.

આમ અફવાઓ ના ફેલાય એનું ધ્યાન રાખજો.

Trip to Abu

આબુ એક હિલ સ્ટેશન છે.જે રાજસ્થાન માં આવેલ છે.અને ગુજરાત ની બોર્ડર‌ ઉપર છે. ત્યાં નું વાતાવરણ એકદમ ઠંડુ છે. ત્યાં નાં વાતાવરણમાં એક અનોખી મજા છે. એક અલગ જ શાંતિ છે.
તો અમને પણ થયું કે ચાલો આબુ ની વિઝિટ મારી એ. આમ તો ક્યાંક જવાનું નક્કી કરી એ એટલે આવવા વાળા રહી જાય અને જેણે ‌ના પાડી હોય તે આવી જાય.આમ કરતાં કરતાં ૧૧ જણ ફીક્સ ‌થ‌ઈ‌ ગયા.આમ તો આ પ્રવાસ માટે બધા ખૂબ જ ઉત્સાહિત હતા પણ આ બધા મા મારો ઉત્સાહ ક‌ઈક વધારે જ હતો કેમ કે મારી ૨૦ વર્ષ ની જિંદગી માં હું પહેલીવાર ટ્રેન માં મુસાફરી કરવાનો હતો.

૯ ડિસેમ્બર ૨૦૧૬ ના લગભગ ૮-૯ વાગ્યે અમે કાલુપુર રેલવે સ્ટેશન જવા નીકળ્યા.ત્યાં જઈને આશરે ૧:૩૦- ૨:૦૦ કલાક રાહ જોયા પછી અમારી ટ્રેન આવી. ટ્રેન આવતા જ લોકો એવી રીતે ટુટી પડ્યા કે જાણે કોઈ મારવા દોડ્યું હોય.૫-૧૦ મિનિટ માં તો બધા શાંત.અમે પણ શાંતિ થી જગ્યાઓ શોધી ને બેસી ગયા.હવે બધાં ને ખબર હતી કે આનાથી રાત્રે જગાસે ‌ન‌ઈ.એટલે બધા એ પેલા મારા માટે સુવાની જગ્યા કરી દીધી. અને ખરેખર જો હું તે રાત્રે જાગ્યો હોત તો બીજા દિવસે આબુ માં સુઈ જાત. જો કે મારા આ પ્રોબ્લેમ પર મે થોડા ઘણા અંશે કાબુ મેળવી લીધો છે જેમાં GTU EXAMS ની બ‌ઊ જ મહેરબાની રહી છે.

હુ અને મારી ઉંઘ with ઉંઘ પાર્ટનર

બિજા બધા વારાફરતી સુતાં અને અમુક તો સુતા વગર જ ટ્રેન ની મુસાફરી enjoy કરી.

સવારે લગભગ ૬:૦૦ વાગ્યા ની આસપાસ અમે આબુ રોડ પહોંચી ગયા.

આબુ રોડ ની બહાર નીકળતા જ બધાને અલગ અલગ લોકો ખેંચી લ‌ઈ જાય એક ને આમ લ‌ઈ જાય બિજા ને બિજી બાજું લ‌ઈ જાય પછી ખબર પડી કે આતો ગાડી ઓ વાળા.

આમ કરતાં કરતાં એક ગાડી નક્કી કરી.પછી અમારી આબુ ની ઊપર જવાની સફર ચાલુ થઈ. પહેલા થોડું સીધું ગયા પછી આબુ ના અસલી રસ્તા ઓ ચાલુ થયા.

જેમ જેમ ઉપર ચડતાં ગયા તેમ રસ્તા ઓ વધારે ચઢાણવાળા અને વળાંકવાળા આવતા ગયા.

અને અમે કુદરત ની લીલાઓમાં ખોવાતા ગયા. હવે અમે અડધાં ઉપર નુ ચઢાણ ચઢી લીધું હતું આજુબાજુ ના પહાડો ,ખીણ, જંગલ બધું જ સ્પષ્ટ જોઈ શકાતું હતું. બધા જ કુદરત ની પ્રકૃતિ નિહાળવા માં વ્યસ્ત થઈ ગયા અને પોતાની દુનિયામાં ખોવાઈ ગયા.

સલામ છે બોસ અહીં ના લોકલ ડ્રાઇવરો ને કે જે આવાં કપરાં રસ્તાઓ પર પણ એકદમ શાંતિથી કોઈ પણ પ્રકારના ભય વગર ડ્રાઈવ કરી લે છે. જો કે અહીંયા ડ્રાઈવ કરવું એ કાંઈ જેવા તેવા નુ કામ નથી. હિમ્મત, સાહસિકતા અને અનુભવ જરૂરી છે. કેમ કે એક ભુલ બડા નુકસાન.

આમ કુદરત ની કરિશ્મા ને નિહાળતા અમે આબુ પહોંચી ગયા. ત્યાં પણ નીચે થયું તું એવું જ થયું . ગાડી માંથી ઉતરતા જ એક જણ ને આમ ખેંચી લ‌ઈ જાય બિજા ને બિજી બાજુ ,ચાલો સાહેબ રૂમ જોઈએ , સાહેબ રૂમ જોઈએ. પછી બધાં એક બાજુ ઊભા રહી ગયા અને ૨-૩ જણ રૂમ જોવા ગયા. એ લોકો બધુ પાકુ કરીને જ આવ્યા. પછી અમે બધા પણ સામાન લઈને ત્યાં ગયા.

ત્યાં ગયા પછી અમે અમારા સવાર ના કામો બધા પુરાં કરી લીધાં.

લગભગ ૧૦:૦૦ વાગ્યાની આસપાસ બધાં આબુ ની સુંદરતા જોવા માટે તૈયાર થઈ ગયા હતાં.

બહાર નીકળતા જ એકદમ અલગ જ વાતાવરણ શિયાળાની ગુલાબી ઠંડી,મંદ મંદ વાતા પવનોની એ લહેરો. પવનની લહેર અડતા જ રોમે રોમ ખડું થ‌ઈ જાય.ખરેખર અદભુત વાતાવરણ હતું.

અમારે ફરવાનું પહેલું સ્થળ હતું ગુરૂશિખર ત્યાં ના રસ્તા ઓ પર પણ એવી જ ખીણો અને પહાડી રસ્તાઓ માં થ‌ઈ ને અમે ગુરૂશિખર પહોંચી ગયા. ત્યાં જઈને આશરે ૯૦૦ થી ૧૦૦૦ પગથિયાં ચડી ને અમે ટોચ ઉપર પહોંચી ગયા.

wow what a beauty of nature.

ઉપરના દ્શ્ય જોઇ ને બધા દંગ રહી ગયા કેમ કે આના પહેલા અમે આવા દ્શ્ય ક્યારેય નહોતા જોયા. ત્યાં થી અરાવલી ની પવૅતમાળા‌ ની હારમાળા ઓ સ્પષ્ટ જોઈ શકાતી હતી.ઉપર બધી જ બાજુ એક એવી રીંગ બનતી હતી કે જેનાથી આકાશ અને પૃથ્વી અલગ થાય એ સ્પષ્ટ જોઈ શકાતું હતું

આવા મસ્તીભર્યા સ્થળ પર થોડી ઘણી મસ્તી કરી ફોટોગ્રાફી કરી ને પાછા ચાલ્યા અમારી બિજી મંઝિલ તરફ. પાછા ફરતા એક મસ્ત જગ્યા શોધી ને પાછા અલગ અલગ પોઝ માં ફોટા પડાવ્યા.

જેમા આ એક ફોટો click થઈ ગયો જેમાં કોઈ ને પણ ખબર ન હતી. બધા જ પોતાની મસ્તીમાં મસ્ત.

પછી અમે એક મંદિર માં ગયા ત્યાં એક તળાવ હતું તળાવમાં ચિત્ર વિચિત્ર પ્રકારની માછલીઓ હતી જે પહેલાં ક્યારેય નહોતી જોઈ.

આમ બીજા બધા સ્થળો ફરતા ફરતા સાંજ થવાની હતી અને અમારે હજી દેલવાડાના દેરા જોવાના બાકી હતાં.અને સાંજ પહેલા અમારે sunset point પહોંચવા નું હતું.

દેલવાડાના દેરા વિશે તો તમે ભણી જ ગયા છો એટલે એનાં વિશે તો તમને ખબર જ હશે.એમ છતાં જો તમે history માં રસ ધરાવતા હોય તો ચોક્કસ થી જોવા જવાય.એકદમ અદભુત કલા કારીગરી.મનમોહક કોતરણી.

ત્યારપછી અમે નીકળ્યા સનસેટ પોઇન્ટ .sunset is my all time favourite .એ પછી મારા ગામનો, પાવાગઢ નો, કે પછી આબુ નો હોય.પણ આબુ નો સનસેટ એકદમ ઊંચાઈ પરથી જોવાનો હતો. ત્યાં પાર્કિંગમાં પહોંચ્યા પછી લગભગ ૦.૫-૧ કિમી ચાલ્યા પછી અમે સનસેટ પોઇન્ટ પહોંચી ગયા.

ત્યાં ગયા તો પબ્લિક જ પબ્લિક કેમ કે જેટલા પણ લોકો ફરવા આવ્યા હોય એ બધા સાંજ પડ્યે અહીં જ ભેગા થવાના.

સનસેટ પોઇન્ટ પર અમે બ‌ઉ જ ફોટા પડાવ્યા અને ખુબ મસ્તી કરી. સનસેટ ની છેલ્લી ઘડી સુધી અમે ત્યાં રોકાયા.

પછી અમે પાછા રૂમ જવા નીકળ્યા.

રૂમ પર ફ્રેશ થઈ ને પછી અમે આબુ સિટી મા ફરવાનું નક્કી કર્યું.

હવે સાંજ થઈ ગઈ હતી અને અમારી બપોર ની ચા બાકી હતી. એમાં પણ અમે બધા ટી લવર ચા વગર ચાલે જ નહિ.એટલે ફરતા પહેલા ચા પીવા નુ નક્કી કર્યું. ચા ની શોધ માં અમે એક દુકાનમાં જઈ ને બેઠા.

પછી બધાં એ ચા મંગાવી હવે આમાં થી કેટલાક ચા નહોતા પીતા તો એમને રબડી મંગાવી.

બધાં એ રબડી નો ટેસ્ટ કર્યો.રબડી તો દાઢે વળગી બીજી બે ચાર મંગાવી.

આમ ટાઇમપાસ કરતા કરતા બીલ આવ્યું.

બીલ જોઈને અમે બધા શોક . દુકાનદાર રોક્સ.

કેમકે બીલ જ એટલુ હતુ કે અમે જાણે અહીં થી જમી ને જતા હોય.

પછી સુ બીલ તો ભરવુ જ પડે ને.

અમારી મોટી ભુલ એ હતી કે અમે કંઈ પણ પુછપરછ કર્યા વગર ત્યાં બેસી ગયા. અને દુકાનદાર આ જ વાત નો ફાયદો ઉઠાવી ગયો.

પછી તો અમારી હાલત દુધ નો બળેલો છાશ પણ ફુંકી ફુંકી ને પીવે એવી હતી.

ત્યાર થી માંડી ને આજ સુધી કયાંય પણ જ‌ઈએ તો પેલા ભાવ પુછી લ‌ઈએ.

ધ્યાન રાખજો ક્યાંક આવું ના થાય.

ત્યાંથી નીકળ્યા પછી બીજી બે ત્રણ દુકાન માં રબડી નો ભાવ પુછી લીધો.

આ બધું ભુલ્યા પછી પાછા આબુ ની ગલીઓમાં ફરવા લાગ્યા. ફરતા ફરતા અમે નખી લેક પહોંચી ગયા.

ત્યાં નુ વાતાવરણ એકદમ શાંત હતું. ત્યાં થોડો ઘણો ટાઈમપાસ કર્યો. એકદમ વધારે પડતી ઠંડીમાં લેક નું પાણી બરફ થ‌ઈ જાય છે.

હવે બધા ને ભુખ લાગી હતી . શિકારી શિકાર ની શોધ માં નીકળે એમ અમે બધા જમવાની શોધ માં . જમવાનું શોધવામાં તો આબુ ની ગલી ઓમાં બે ત્રણ આંટાફેરા કરી લીધાં.

અને ક્યાંય પણ જ‌ઈએ પેલા રબડી યાદ આવે એટલે જમવા ગયા ત્યાં પેલા બધું પુછી ને પછી જ જમવા બેઠા.

આબુ ની ગલીઓમાં એટલી વાર ફર્યા કે હવે તો અહીં ઘર જેવું લાગતું અને ઘરે જ ફરતા હોય એવું લાગે.

બધું જ ફરી ને પાછા રૂમ પર

આ બધું ફરવામાં દુઃખદ ઘટના એ બની કે એકનુ વોલેટ ખોવાઈ ગયું એટલે એ બિચારો શોક માં હતો અને એણે તો બીજા દિવસે પણ ફરવાની ના પાડી દીધી અને કે હુ તો ઘરે જાવ છું.પણ પછી માની ગયો.

હવે બીજે ક્યાંય જવાનું નહતું એટલે વિચાર્યું કે ચાલો હિસાબ કરી લ‌ઈએ.

હવે હિસાબ મા એવું હતું કે એક હિસાબ થાય એટલે બધા એ એકબીજાને ચુકવી દેવાના. એમાં તકલીફ એ હતી કે બધા જોડે છુટા હતા ન‌ઈ.અચાનક મને યાદ આવ્યું કે ટ્રેન ની ટિકિટ લીધી ત્યારે ત્યાંથી ભરી ભરીને ૧૦-૧૦ અને ૨૦ ની જ નોટો આપી હતી અને એ પાછા ૨૦૦૦ ના છુટાં. હવે જ્યારે પણ કોઈ નો પણ હિસાબ પુરો થાય એટલે હું બોલી જતો છુટા જોઇએ છુટા જોઈએ.આમ વધારે વાર બોલતા પબ્લિક ગરમ થ‌ઈ જતી.હુ જ્યારે પણ બોલુ છુટા જોઈએ એ લોકો મારી સામે લાલપીળા થઈ ને જોતા અને હુ એમની મજા લેતો. જો કે છૂટાં ના લીધે અમારો હિસાબ સારી રીતે પુરો થયો.

આખો દિવસ ફરી ને બધા થાકી ગયા હતા એટલે પથારી માં પડવાનું જ બાકી હતું.

એમાં થી ૨-૪ જણ કે ચાલો રાત્રે ફરવા જ‌ઈએ તો મે પણ વિચાર્યું ચાલો રાત ની મઝા માણી એ. એટલે અમે ૫ જણ નીકળ્યા. ફરતા ફરતાં એક જગ્યાએ તાપણું ચાલતું હતું ત્યાં જઈને બેઠા. અમે બેઠા હતા ત્યાં બાજુમાં જ એક લગ્ન હતાં. લગ્ન બ‌ઉ જોરદાર હતાં.આવા લગ્ન પહેલા ક્યારેય ન હોતા જોયાં. અમારી સામેની બાજુ પણ કેટલાક લોકો તાપણું કરતા હતા . હવે એ લોકો એ લગ્ન ના જે ફુટેલા ફટાકડા હતા એ બધા વીણી વીણીને તાપણા મા નાખ્યા. અમે લોકો ગપ્પા મારવા મા વ્યસ્ત હતા. ત્યાં અચાનક જ પેલા લોકો ના તાપણા માં ફટાકડા ફુટવા લાગ્યા. બધા એવા ભાગયા જાણે પાછળ કુતરા પડ્યા હોય. થોડી વારમાં તો ત્યાં થી બધા સાફ. અને અમે હસી હસીને ગાંડા થ‌ઈ ગયા.એકદમ ફટાકડા ફુટયા અને જે પબ્લિક ભાગી છે એ ક્ષણ ખરેખર જોવા જેવી હતી.આ બધુ પુરું થયા પછી અમે પાછા રુમ પર નીકળી ગયા.રુમ પર જ‌ઈને સુ‌ઈ ગયા. સવારે બધા ગાઢ નિદ્રામાં હતા ત્યાં અમે જે રુમમાં સુતાં હતા એ રુમમાં લગભગ ૪:૩૦ વાગ્યે એલાર્મ વાગ્યું પહેલી વખત માં તો કોઈ ના જાગ્યું.બ‌ઉ વખત વાગ્યા પછી એ લોકોને થયું કે હવે તો બંધ કરવું જ પડશે.પણ બંધ કરે ક્યાંથી મોબાઇલ તો મળવો જોઈએ ને! બધા આમતેમ શોધવા લાગ્યા લગભગ અડધો કલાક શોધ્યા પછી મોબાઇલ મળ્યો.આ માટે એમણે મોબાઇલ વાળા ને ભરીભરીને ગાળો આપી. અને અમારા રૂમ વાળા એ એની મજા લીધી.પછી પાછા બધા સુઈ ગયા સવારે ઉઠીને અંબાજી ગબ્બર થ‌ઈને પાછાં અમારા ઠેકાણે પહોંચી ગયા.

આ હતી અમારી આબુ ની ટ્રીપ તમે પણ ક્યાંક આ બધું વાંચતા વાંચતા આબુ પહોંચી ગયા હોય તો પાછા આવી જાઓ.