Trip to Abu

આબુ એક હિલ સ્ટેશન છે.જે રાજસ્થાન માં આવેલ છે.અને ગુજરાત ની બોર્ડર‌ ઉપર છે. ત્યાં નું વાતાવરણ એકદમ ઠંડુ છે. ત્યાં નાં વાતાવરણમાં એક અનોખી મજા છે. એક અલગ જ શાંતિ છે.
તો અમને પણ થયું કે ચાલો આબુ ની વિઝિટ મારી એ. આમ તો ક્યાંક જવાનું નક્કી કરી એ એટલે આવવા વાળા રહી જાય અને જેણે ‌ના પાડી હોય તે આવી જાય.આમ કરતાં કરતાં ૧૧ જણ ફીક્સ ‌થ‌ઈ‌ ગયા.આમ તો આ પ્રવાસ માટે બધા ખૂબ જ ઉત્સાહિત હતા પણ આ બધા મા મારો ઉત્સાહ ક‌ઈક વધારે જ હતો કેમ કે મારી ૨૦ વર્ષ ની જિંદગી માં હું પહેલીવાર ટ્રેન માં મુસાફરી કરવાનો હતો.

૯ ડિસેમ્બર ૨૦૧૬ ના લગભગ ૮-૯ વાગ્યે અમે કાલુપુર રેલવે સ્ટેશન જવા નીકળ્યા.ત્યાં જઈને આશરે ૧:૩૦- ૨:૦૦ કલાક રાહ જોયા પછી અમારી ટ્રેન આવી. ટ્રેન આવતા જ લોકો એવી રીતે ટુટી પડ્યા કે જાણે કોઈ મારવા દોડ્યું હોય.૫-૧૦ મિનિટ માં તો બધા શાંત.અમે પણ શાંતિ થી જગ્યાઓ શોધી ને બેસી ગયા.હવે બધાં ને ખબર હતી કે આનાથી રાત્રે જગાસે ‌ન‌ઈ.એટલે બધા એ પેલા મારા માટે સુવાની જગ્યા કરી દીધી. અને ખરેખર જો હું તે રાત્રે જાગ્યો હોત તો બીજા દિવસે આબુ માં સુઈ જાત. જો કે મારા આ પ્રોબ્લેમ પર મે થોડા ઘણા અંશે કાબુ મેળવી લીધો છે જેમાં GTU EXAMS ની બ‌ઊ જ મહેરબાની રહી છે.

હુ અને મારી ઉંઘ with ઉંઘ પાર્ટનર

બિજા બધા વારાફરતી સુતાં અને અમુક તો સુતા વગર જ ટ્રેન ની મુસાફરી enjoy કરી.

સવારે લગભગ ૬:૦૦ વાગ્યા ની આસપાસ અમે આબુ રોડ પહોંચી ગયા.

આબુ રોડ ની બહાર નીકળતા જ બધાને અલગ અલગ લોકો ખેંચી લ‌ઈ જાય એક ને આમ લ‌ઈ જાય બિજા ને બિજી બાજું લ‌ઈ જાય પછી ખબર પડી કે આતો ગાડી ઓ વાળા.

આમ કરતાં કરતાં એક ગાડી નક્કી કરી.પછી અમારી આબુ ની ઊપર જવાની સફર ચાલુ થઈ. પહેલા થોડું સીધું ગયા પછી આબુ ના અસલી રસ્તા ઓ ચાલુ થયા.

જેમ જેમ ઉપર ચડતાં ગયા તેમ રસ્તા ઓ વધારે ચઢાણવાળા અને વળાંકવાળા આવતા ગયા.

અને અમે કુદરત ની લીલાઓમાં ખોવાતા ગયા. હવે અમે અડધાં ઉપર નુ ચઢાણ ચઢી લીધું હતું આજુબાજુ ના પહાડો ,ખીણ, જંગલ બધું જ સ્પષ્ટ જોઈ શકાતું હતું. બધા જ કુદરત ની પ્રકૃતિ નિહાળવા માં વ્યસ્ત થઈ ગયા અને પોતાની દુનિયામાં ખોવાઈ ગયા.

સલામ છે બોસ અહીં ના લોકલ ડ્રાઇવરો ને કે જે આવાં કપરાં રસ્તાઓ પર પણ એકદમ શાંતિથી કોઈ પણ પ્રકારના ભય વગર ડ્રાઈવ કરી લે છે. જો કે અહીંયા ડ્રાઈવ કરવું એ કાંઈ જેવા તેવા નુ કામ નથી. હિમ્મત, સાહસિકતા અને અનુભવ જરૂરી છે. કેમ કે એક ભુલ બડા નુકસાન.

આમ કુદરત ની કરિશ્મા ને નિહાળતા અમે આબુ પહોંચી ગયા. ત્યાં પણ નીચે થયું તું એવું જ થયું . ગાડી માંથી ઉતરતા જ એક જણ ને આમ ખેંચી લ‌ઈ જાય બિજા ને બિજી બાજુ ,ચાલો સાહેબ રૂમ જોઈએ , સાહેબ રૂમ જોઈએ. પછી બધાં એક બાજુ ઊભા રહી ગયા અને ૨-૩ જણ રૂમ જોવા ગયા. એ લોકો બધુ પાકુ કરીને જ આવ્યા. પછી અમે બધા પણ સામાન લઈને ત્યાં ગયા.

ત્યાં ગયા પછી અમે અમારા સવાર ના કામો બધા પુરાં કરી લીધાં.

લગભગ ૧૦:૦૦ વાગ્યાની આસપાસ બધાં આબુ ની સુંદરતા જોવા માટે તૈયાર થઈ ગયા હતાં.

બહાર નીકળતા જ એકદમ અલગ જ વાતાવરણ શિયાળાની ગુલાબી ઠંડી,મંદ મંદ વાતા પવનોની એ લહેરો. પવનની લહેર અડતા જ રોમે રોમ ખડું થ‌ઈ જાય.ખરેખર અદભુત વાતાવરણ હતું.

અમારે ફરવાનું પહેલું સ્થળ હતું ગુરૂશિખર ત્યાં ના રસ્તા ઓ પર પણ એવી જ ખીણો અને પહાડી રસ્તાઓ માં થ‌ઈ ને અમે ગુરૂશિખર પહોંચી ગયા. ત્યાં જઈને આશરે ૯૦૦ થી ૧૦૦૦ પગથિયાં ચડી ને અમે ટોચ ઉપર પહોંચી ગયા.

wow what a beauty of nature.

ઉપરના દ્શ્ય જોઇ ને બધા દંગ રહી ગયા કેમ કે આના પહેલા અમે આવા દ્શ્ય ક્યારેય નહોતા જોયા. ત્યાં થી અરાવલી ની પવૅતમાળા‌ ની હારમાળા ઓ સ્પષ્ટ જોઈ શકાતી હતી.ઉપર બધી જ બાજુ એક એવી રીંગ બનતી હતી કે જેનાથી આકાશ અને પૃથ્વી અલગ થાય એ સ્પષ્ટ જોઈ શકાતું હતું

આવા મસ્તીભર્યા સ્થળ પર થોડી ઘણી મસ્તી કરી ફોટોગ્રાફી કરી ને પાછા ચાલ્યા અમારી બિજી મંઝિલ તરફ. પાછા ફરતા એક મસ્ત જગ્યા શોધી ને પાછા અલગ અલગ પોઝ માં ફોટા પડાવ્યા.

જેમા આ એક ફોટો click થઈ ગયો જેમાં કોઈ ને પણ ખબર ન હતી. બધા જ પોતાની મસ્તીમાં મસ્ત.

પછી અમે એક મંદિર માં ગયા ત્યાં એક તળાવ હતું તળાવમાં ચિત્ર વિચિત્ર પ્રકારની માછલીઓ હતી જે પહેલાં ક્યારેય નહોતી જોઈ.

આમ બીજા બધા સ્થળો ફરતા ફરતા સાંજ થવાની હતી અને અમારે હજી દેલવાડાના દેરા જોવાના બાકી હતાં.અને સાંજ પહેલા અમારે sunset point પહોંચવા નું હતું.

દેલવાડાના દેરા વિશે તો તમે ભણી જ ગયા છો એટલે એનાં વિશે તો તમને ખબર જ હશે.એમ છતાં જો તમે history માં રસ ધરાવતા હોય તો ચોક્કસ થી જોવા જવાય.એકદમ અદભુત કલા કારીગરી.મનમોહક કોતરણી.

ત્યારપછી અમે નીકળ્યા સનસેટ પોઇન્ટ .sunset is my all time favourite .એ પછી મારા ગામનો, પાવાગઢ નો, કે પછી આબુ નો હોય.પણ આબુ નો સનસેટ એકદમ ઊંચાઈ પરથી જોવાનો હતો. ત્યાં પાર્કિંગમાં પહોંચ્યા પછી લગભગ ૦.૫-૧ કિમી ચાલ્યા પછી અમે સનસેટ પોઇન્ટ પહોંચી ગયા.

ત્યાં ગયા તો પબ્લિક જ પબ્લિક કેમ કે જેટલા પણ લોકો ફરવા આવ્યા હોય એ બધા સાંજ પડ્યે અહીં જ ભેગા થવાના.

સનસેટ પોઇન્ટ પર અમે બ‌ઉ જ ફોટા પડાવ્યા અને ખુબ મસ્તી કરી. સનસેટ ની છેલ્લી ઘડી સુધી અમે ત્યાં રોકાયા.

પછી અમે પાછા રૂમ જવા નીકળ્યા.

રૂમ પર ફ્રેશ થઈ ને પછી અમે આબુ સિટી મા ફરવાનું નક્કી કર્યું.

હવે સાંજ થઈ ગઈ હતી અને અમારી બપોર ની ચા બાકી હતી. એમાં પણ અમે બધા ટી લવર ચા વગર ચાલે જ નહિ.એટલે ફરતા પહેલા ચા પીવા નુ નક્કી કર્યું. ચા ની શોધ માં અમે એક દુકાનમાં જઈ ને બેઠા.

પછી બધાં એ ચા મંગાવી હવે આમાં થી કેટલાક ચા નહોતા પીતા તો એમને રબડી મંગાવી.

બધાં એ રબડી નો ટેસ્ટ કર્યો.રબડી તો દાઢે વળગી બીજી બે ચાર મંગાવી.

આમ ટાઇમપાસ કરતા કરતા બીલ આવ્યું.

બીલ જોઈને અમે બધા શોક . દુકાનદાર રોક્સ.

કેમકે બીલ જ એટલુ હતુ કે અમે જાણે અહીં થી જમી ને જતા હોય.

પછી સુ બીલ તો ભરવુ જ પડે ને.

અમારી મોટી ભુલ એ હતી કે અમે કંઈ પણ પુછપરછ કર્યા વગર ત્યાં બેસી ગયા. અને દુકાનદાર આ જ વાત નો ફાયદો ઉઠાવી ગયો.

પછી તો અમારી હાલત દુધ નો બળેલો છાશ પણ ફુંકી ફુંકી ને પીવે એવી હતી.

ત્યાર થી માંડી ને આજ સુધી કયાંય પણ જ‌ઈએ તો પેલા ભાવ પુછી લ‌ઈએ.

ધ્યાન રાખજો ક્યાંક આવું ના થાય.

ત્યાંથી નીકળ્યા પછી બીજી બે ત્રણ દુકાન માં રબડી નો ભાવ પુછી લીધો.

આ બધું ભુલ્યા પછી પાછા આબુ ની ગલીઓમાં ફરવા લાગ્યા. ફરતા ફરતા અમે નખી લેક પહોંચી ગયા.

ત્યાં નુ વાતાવરણ એકદમ શાંત હતું. ત્યાં થોડો ઘણો ટાઈમપાસ કર્યો. એકદમ વધારે પડતી ઠંડીમાં લેક નું પાણી બરફ થ‌ઈ જાય છે.

હવે બધા ને ભુખ લાગી હતી . શિકારી શિકાર ની શોધ માં નીકળે એમ અમે બધા જમવાની શોધ માં . જમવાનું શોધવામાં તો આબુ ની ગલી ઓમાં બે ત્રણ આંટાફેરા કરી લીધાં.

અને ક્યાંય પણ જ‌ઈએ પેલા રબડી યાદ આવે એટલે જમવા ગયા ત્યાં પેલા બધું પુછી ને પછી જ જમવા બેઠા.

આબુ ની ગલીઓમાં એટલી વાર ફર્યા કે હવે તો અહીં ઘર જેવું લાગતું અને ઘરે જ ફરતા હોય એવું લાગે.

બધું જ ફરી ને પાછા રૂમ પર

આ બધું ફરવામાં દુઃખદ ઘટના એ બની કે એકનુ વોલેટ ખોવાઈ ગયું એટલે એ બિચારો શોક માં હતો અને એણે તો બીજા દિવસે પણ ફરવાની ના પાડી દીધી અને કે હુ તો ઘરે જાવ છું.પણ પછી માની ગયો.

હવે બીજે ક્યાંય જવાનું નહતું એટલે વિચાર્યું કે ચાલો હિસાબ કરી લ‌ઈએ.

હવે હિસાબ મા એવું હતું કે એક હિસાબ થાય એટલે બધા એ એકબીજાને ચુકવી દેવાના. એમાં તકલીફ એ હતી કે બધા જોડે છુટા હતા ન‌ઈ.અચાનક મને યાદ આવ્યું કે ટ્રેન ની ટિકિટ લીધી ત્યારે ત્યાંથી ભરી ભરીને ૧૦-૧૦ અને ૨૦ ની જ નોટો આપી હતી અને એ પાછા ૨૦૦૦ ના છુટાં. હવે જ્યારે પણ કોઈ નો પણ હિસાબ પુરો થાય એટલે હું બોલી જતો છુટા જોઇએ છુટા જોઈએ.આમ વધારે વાર બોલતા પબ્લિક ગરમ થ‌ઈ જતી.હુ જ્યારે પણ બોલુ છુટા જોઈએ એ લોકો મારી સામે લાલપીળા થઈ ને જોતા અને હુ એમની મજા લેતો. જો કે છૂટાં ના લીધે અમારો હિસાબ સારી રીતે પુરો થયો.

આખો દિવસ ફરી ને બધા થાકી ગયા હતા એટલે પથારી માં પડવાનું જ બાકી હતું.

એમાં થી ૨-૪ જણ કે ચાલો રાત્રે ફરવા જ‌ઈએ તો મે પણ વિચાર્યું ચાલો રાત ની મઝા માણી એ. એટલે અમે ૫ જણ નીકળ્યા. ફરતા ફરતાં એક જગ્યાએ તાપણું ચાલતું હતું ત્યાં જઈને બેઠા. અમે બેઠા હતા ત્યાં બાજુમાં જ એક લગ્ન હતાં. લગ્ન બ‌ઉ જોરદાર હતાં.આવા લગ્ન પહેલા ક્યારેય ન હોતા જોયાં. અમારી સામેની બાજુ પણ કેટલાક લોકો તાપણું કરતા હતા . હવે એ લોકો એ લગ્ન ના જે ફુટેલા ફટાકડા હતા એ બધા વીણી વીણીને તાપણા મા નાખ્યા. અમે લોકો ગપ્પા મારવા મા વ્યસ્ત હતા. ત્યાં અચાનક જ પેલા લોકો ના તાપણા માં ફટાકડા ફુટવા લાગ્યા. બધા એવા ભાગયા જાણે પાછળ કુતરા પડ્યા હોય. થોડી વારમાં તો ત્યાં થી બધા સાફ. અને અમે હસી હસીને ગાંડા થ‌ઈ ગયા.એકદમ ફટાકડા ફુટયા અને જે પબ્લિક ભાગી છે એ ક્ષણ ખરેખર જોવા જેવી હતી.આ બધુ પુરું થયા પછી અમે પાછા રુમ પર નીકળી ગયા.રુમ પર જ‌ઈને સુ‌ઈ ગયા. સવારે બધા ગાઢ નિદ્રામાં હતા ત્યાં અમે જે રુમમાં સુતાં હતા એ રુમમાં લગભગ ૪:૩૦ વાગ્યે એલાર્મ વાગ્યું પહેલી વખત માં તો કોઈ ના જાગ્યું.બ‌ઉ વખત વાગ્યા પછી એ લોકોને થયું કે હવે તો બંધ કરવું જ પડશે.પણ બંધ કરે ક્યાંથી મોબાઇલ તો મળવો જોઈએ ને! બધા આમતેમ શોધવા લાગ્યા લગભગ અડધો કલાક શોધ્યા પછી મોબાઇલ મળ્યો.આ માટે એમણે મોબાઇલ વાળા ને ભરીભરીને ગાળો આપી. અને અમારા રૂમ વાળા એ એની મજા લીધી.પછી પાછા બધા સુઈ ગયા સવારે ઉઠીને અંબાજી ગબ્બર થ‌ઈને પાછાં અમારા ઠેકાણે પહોંચી ગયા.

આ હતી અમારી આબુ ની ટ્રીપ તમે પણ ક્યાંક આ બધું વાંચતા વાંચતા આબુ પહોંચી ગયા હોય તો પાછા આવી જાઓ.

16 thoughts on “Trip to Abu

 1. Rabdi moghi pdi 😁😁
  #દુધ નો બળેલો છાશ પણ ફુંકી ફુંકી ને પીવે😂😂
  Joradr trip 🤗 good 🤘

  Liked by 1 person

 2. ખરેખર દોસ્ત,
  તારા શબ્દોની ભાવના ને લખાણ,
  અદભુત છે.
  હું તો બહુ સમય થી રાહ જોતો હતો પણ છેલ્લે જતા લખ્યો ખરો,ભાઈ.
  જોરદાર,લખતા રહેજો ને વાંચતા પણ રહેજો.

  Liked by 1 person

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s